વિષય : પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા કર્મચારીની COVID - 19 ની રજા બાબત
સંદર્ભ : માન . નાયબ સચિવ સાહેબ , સામાન્ય વહીવટ વિભાગ , ગાંધીનગરના પત્ર ક્રમાંક : પરચ ૧૦૨૦૨૦-૫૦૧-૨ તા . ૧૮ ૦૪/૨૦૨૦
ઉપરોકત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે , હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ ( COVID - 19 ) વાયરસને WHO દ્રારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે . ભારત સરકારના આરોગ્ય મંત્રાલય , યશ મંત્રાલય અને રાજય સરકારની ગાઈડ લાઈન અનુસાર નોવેલ કોરોના વાયરસ ( COVID - 19 ) ના ફેલાવાને નિયંત્રિત કરવા વિવિધ પગલાઓ હાથ ધરવામાં આવેલ છે . હાલમાં જુનાગઢ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ ( COVID - 19 ) વાયરસનું સંક્રમણ વધતું હોય જેથી સાવચેતીના ભાગરૂપે કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે યોગ્ય પગલા લેવામાં આવી રહ્યા છે . આ કચેરી હસ્તકની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનાં કર્મચારીઓને જુદી - જુદી કામગીરીઓ સુપ્રત કરવામાં આવેલ છે . આપની શાળામાં ફરજ બજાવતા કર્મચારીને અથવા એમના પરિવારના કોઈ સભ્યને કોરોના પોઝીટીવ રીપોર્ટ આવેલ હોય તો હોમ કવોરોન્ટાઈન માટે નીચે જણાવેલ વિગતે રજા મંજુર કરવાની રહેશે . શાળાના કોઈપણ કર્મચારી જો કોરોના વાયરસથી અસરગ્રસ્ત થયા હોય તો તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીને સંબોધીને શાળા મારફત હોમ કવોરોન્ટાઈન રહેવા માટેની અરજી કરવાની રહેશે . હોમ કવોરોન્ટાઈન થયા અંગેનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે . કર્મચારીની આવેલ અરજી સંદર્ભે મુખ્ય શિક્ષકે અરજીની ચકાસણી કરી હોમ કવોરોન્ટાઈન રહેવા માટેની ભલામણ અંગે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીએ લેખિતમાં જાણ કરવાની રહેશે , રજા મંજુરી વખતે સેલ્ફ ડેકલેરેશન રજૂ કરવાનું રહેશે .
કર્મચારી અથવા એમના પરિવારમાં કોઈ સભ્યના કોરોના પોઝીટીવ રીપોર્ટની પ્રમાણિત કરેલ નકલ અને મેડીકલ સર્ટી અરજી સાથે સામેલ રાખવાનું રહેશે . ઉપરોકત વહીવટી બાબતોને ધ્યાને લઈને આવી રજા અંગેની અરજીઓ સંબંધીત જે તે શાળાઓના મુખ્ય શિક્ષકે પે.સેન્ટર શાળાઓના મુખ્ય શિક્ષકશ્રીએ આધારો સહ ચકાસણી કરીને તાલુકા કચેરીએ લીવ એકાઉન્ટ સાથે રજૂ કરવાનું જણાવવામાં આવે છે . મેડીકલ સર્ટીના આધારે જે તે કર્મચારીની ઓનલાઈન હાજરીમાં ON DUTY તેમજ શિક્ષક હાજરી રજીસ્ટરમાં હોસ્પિટલ એડમિટ કે હોમ કવોરોન્ટાઈન સેલ્ફ અથવા હોમ કવોરોન્ટાઈન ફેમીલી લખી નોંધ કરવાની રહેશે . તેમજ આ અંગે કોઈ પ્રશ્ન હોય તો આપના બીટ કેળવણી નિરીક્ષકશ્રીનો સંપર્ક કરવાનો રહેશે . . છે .
પરિપત્ર ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
No comments:
Post a Comment